સુવિચાર

"Wel-Come to Information Technology, Employ, Student & Business Development World" સુવિચાર :- "પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચારથી નહિ." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 18 March 2014

દાનવીર કર્ણ - પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય - આચાર્યની જ્ઞાન ગમ્મત - હાસ્યની ફુલઝર

Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, )

દાનવીર કર્ણ


મહાભારતના યુધ્ધમાં મહારથી કર્ણ રણભૂમિમાં પડેલા હતા. પાંડવોની સેનામાં આનંદ છવાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણ વારંવાર કર્ણની દાનવીરતાની પ્રશંસા કરી રહ્યા હતા પણ અર્જુનને તે જરાય ગમતું નહોતું.
અર્જુનનાં મનોભાવ જાણીને શ્રીકૃષ્ણ અર્જુનને કર્ણની દાનવીરતા બતાવવા માટે યુદ્ધ ભૂમિમાં લઇ ગયા. તેમણે અર્જુનને થોડે દૂર ઊભો રાખ્યો અને પોતે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને કર્ણ પાસે ગયા.
બ્રાહ્મણે કર્ણને કહ્યું, ''આપની નામના સાંભળીને હું બહુ મોટી આશા લઇ આપની પાસે આવ્યો છું. મારે થોડુંક સોનું જોઇએ છે.''
કર્ણે બ્રાહ્મણને વિનંતી કરી, આપ મારા ઘરે જાઓ. ત્યા મારી પત્ની આપને જેટલું જોઇએ તેટલું સોનું આપશે.
 બ્રાહ્મણે ગુસ્સે થઇને કર્ણને કહ્યું, ''ન દેવું હોય તો ના કહી દો. હુ બીજે ક્યાંય જવાનો નથી.''
 કર્ણે વિચારીને કહ્યું,
''મારા દાંતમાં સોનું મઢેલું છે. આપ કૃપા કરીને તે કાઢી લો.''
બ્રાહ્મણે મોઢું બગાડીને કહ્યું, ''એક બ્રાહ્મણને કોઇ જીવતા મનુષ્યનાં દાંત તોડવાનું કહેતા તમને શરમ નથી આવતી ?''
કર્ણે નજીકમાં પડેલ પત્થર લઇ પોતાનો દાંત તોડી નાખ્યો અને આ સોને મઢેલ દાંત બ્રાહ્મણને આપતાં કહ્યું, ''પ્રભુ આને સ્વીકારો.''
બ્રાહ્મણે કહ્યું, 'લોહીથી ખરડાયેલ-અપવિત્ર દાંતને હું ન સ્વીકારું.'
કર્ણે પોતાની તલવારથી દાંતમાં રહેલું સોનું કાઢ્યું. પછી દૂર રહેલ ધનુષ્ય સુધી ઘસડાઇને ધનુષ સમીપે ગયા. ધનુષ પર વરૃણાસ્ત્ર ચડાવી જળ વરસાવ્યું તેનાથી સોનું ધોયુંને બ્રાહ્મણને કહ્યું, ''હે બ્રહ્મદેવ હવે આનો આપ સ્વીકાર કરો.''
અહીં ભગવાન શ્રીકૃષ્ણ અસલીરૃપે પ્રગટ થયા ને કહ્યું, ''હે દાનવીર કર્ણ ! વરદાન માંગો !'' અર્જુન ખૂબ લજ્જીત થઇ દૂર ઊભા હતા.
કર્ણે ભગવાન શ્રીકૃષ્ણને એટલું જ કહ્યું, ''ત્રિભુવનના સ્વામી મારી મૃત્યુ વેળાએ મારી સામે ઊભા છે, પછી મારે બીજું શું જોઇએ ?'' આટલું કહી કર્ણે શ્રી કૃષ્ણના ચરણોમાં જ પોતાનો દેહ છોડી દીધો. ધન્ય છે દાનવીર કર્ણને.
- ધનજીભાઇ નડીઆપરા

પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય

એક નાનુ ગામ, ગામની પાદરમાં મહાદેવનું દહેરુ. દહેરા પાસે આંબલીનું ઝાડ.

આચાર્યની જ્ઞાન ગમ્મત

ગુજરાતી ભાષા


સામાન્ય વાત મારી-તમારી ભાષામાં આમ કહેવાય
'કોઈ તોફાની બાળકે મારી સાયકલના આગલા પૈડામાં પંકચર પાડી હવા કાઢી નાંખી છે સમજ્યા...'
* * *

ભારેખમ ગુજરાતીમાં આ જ વાત કરવી હોય તો આમ કહેવાય...
'બંધુ ! કોઈ ઉદ્દંડ બાળકે મારા દ્વિચક્રીના અગ્રગામી ચક્રમાં છીદ્રીકરણ કરી એમાં રહેલા વાયુનું બહિર્ગમન કરી નાંખ્યું.. શું કરું ?'
બોલો... તમને ભારેખમ ભાષા ગમે કે સાદી-સીધી ?!

હાસ્યની ફુલઝર


નવો મોબાઈલ !!
ચમનાએ ચતુરિયાને પૂછ્યું ઃ ''આ નવો મોબાઈલ ક્યારે લીધો ?''
''લીધો નથી ચીકીનો ફોન ઉઠાવી લીધો છે.''
''કેમ ?''
અરે, ચીકી રોજ કહ્યા કરતી હતી...તું મારો ફોન કેમ ઉઠાવતો નથી... આજે મોકો મળ્યો એટલે એનો ફોન ઊઠાવી લીધો. ચતુરિયાએ ચતુર કાગડા જેવું મોઢું કરતાં જવાબ આપ્યો.

પપ્પુ પાસ હો ગયા !!
પપ્પુનાં ઘરે આવેલા મહેમાને પૂછ્યું, ''પપ્પુ, તું પાસ થઈ ગયો ?''
''હા, અમારો આખો વર્ગ પાસ થઈ ગયો પણ ટિચર 'ફેલ' થઈ ગયા.'' પપ્પુએ કાલી ભાષામાં જવાબ આપ્યો.
''એ કેવી રીતે ?'' મહેમાને નવાઈ પામતા પૂછ્યું.
''ટીચર, હજી ય એ જ વર્ગમાં ભણાવી રહ્યાં છે.'' પપ્પુએ મહેમાનોને હસાવતાં જવાબ આપ્યો.




Source :-http://www.gujaratsamachar.com/index.php/page/zagmag/
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment