સુવિચાર

"Wel-Come to Information Technology, Employ, Student & Business Development World" સુવિચાર :- "પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચારથી નહિ." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday 16 February 2014

તલાટીની ૧૫૦૦ જગ્યા માટે પરીક્ષા આપવા ૬.૫૦ લાખ ઉમેદવારોનો ધસારો :- તલાટીની નોકરી માટે ૧.૪૩ કરોડ સાથે દલાલ પકડાયો :- ગુજરાતના ભાવિ તલાટી ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો. :- બે પ્રશ્નોમાં ખોટા વિકલ્પોને લીધે ઉમેદવારો મુંઝાયા :- પરીક્ષા સ્થળમાં ભૂલને લીધે પરીક્ષામાં બેસવા ન મળતા ૧૫૦થી વધુ ઉમેદવારોએ હોબાળો મચાવ્યો :- પેપર ફુટયાની ને કોપી કેસની અફવા વચ્ચે મહેસૂલ વિભાગ દ્વારા યોજાયેલી પરીક્ષામાં જિલ્લા કલેક્ટરો, નોડલ ઓફિસરોની દોડધામ

Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, )

તલાટીની ૧૫૦૦ જગ્યા માટે પરીક્ષા આપવા ૬.૫૦ લાખ ઉમેદવારોનો ધસારો

પેપર ફુટયાની ને કોપી કેસની અફવા વચ્ચે

મહેસૂલ વિભાગ દ્વારા યોજાયેલી પરીક્ષામાં જિલ્લા કલેક્ટરો, નોડલ ઓફિસરોની દોડધામ

અમદાવાદ,રવિવાર
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આજે ગુજરાતમાં તલાટીની પરીક્ષા લેવાઈ હતી.જેમાં  ૧૫૦૦ જેટલી જગ્યા માટે નોંધાયેલા ૮,૪૯,૦૦૦ ઉમેદવારોથી ૭૫ ટકા જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સમગ્ર ગુજરાતના તમામ જીલ્લાઓના ૨૬૯૧ સેન્ટરો પર આ પરીક્ષા લેવાઈ હતી.અમદાવાદ સહીતના એક -બે શહેરોના છૂટા છવાયા બનાવોને બાદ કરતા એકંદરે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પુરી થઈ હતી.
તલાટીની આ પરીક્ષાએ મહેસૂલ વિભાગ સહીત સરકારને એક દિવસ માટે દોડતી કરી દીધી હતી.કારણે કે તલાટીની પરીક્ષા માટે પ્રથમવાર સાડા આઠ લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હોઈ ગેરરીતિ અને અવ્યવસ્થાને લઈને સરકાર પણ ચિંતિત હતી.તેમજ પેપર ફૂટયું અને કોપી કેસ થયો હોવાની અનેક અફવાઓને લઈને વિભાગના અધિકારો પણ સતત સ્ટેન્ટ ડુ રહ્યા હતા.
રાજ્યની વિવિધ જિલ્લાઓની ૧૫૦૦ જેટલી તલાટીની જગ્યા માટે આજે ઐતિહાસિક એવી પરીક્ષા યોજાઈ હતી.જેમાં નોંધાયેલા ૮,૪૯,૦૦૦ ઉમેદવારોમાંથી ૭૫ ટકા જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.રાજ્યના વિવિધ જીલ્લાઓમાં નાનાથી માંડી મોટા તમામ શહેરોમાં શાળા,કોલેજો અને યુનિવર્સિટી કક્ષાએ સેન્ટરો રાખવામા આવ્યા હતા અને કુલ ૨૬૯૧ સેન્ટરો પરથી પરીક્ષા લેવાઈ હતી.અમદાવાદ તેમજ ગાંધીનગર સહિતના એક બે શહેરોમાં ઉમેદવારોને પરીક્ષા સ્થળની ભૂલને લીધે પરીક્ષા બેસવા ન મળતા હોબાળો મચી જવા પામ્યો હોવાની ઘટનાને બાદ કરતા શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાઈ હતી.
કુલ ૧૦૦ માર્કસની ઓબ્જેક્ટીવ ટાઈપની આ પરીક્ષા બપોરે ૧૨ વાગે શરૃ થઈ હતી અને ૧ વાગ્યા સુધી ચાલી હતી.માત્ર એક કલાકની આ પરીક્ષા માટે  છેલ્લા અનેક દિવસોથી રાજ્યના મહેસૂલ વિભાગ સહીત તમામ જીલ્લા કલેકટરોને સ્ટેન્ડ ટુ રાખવામા આવ્યા હતા અને આ પરીક્ષા માટે ખાસ સ્ટેટ લેવલની કમીટી પણ રચવામા આવી હતી.ઉપરાતં તમામ જીલ્લા કક્ષાએ કલેકટર હેઠળ નોડલ ઓફીસરો તથા અધિક કલેકટરોને ફરજ પર રાખવામા આવ્યા હતા અને સંવેદનશિલ પરીક્ષા કેન્દ્રોની અલગ યાદી તૈયાર કરીનેઆ કેન્દ્રો પર ખાસ સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.જ્યારે મોટા ભાગના શહેરોના મોટા ભાગના કેન્દ્રોમાં સીસીટીવી કેમરા હોઈ ક્યાંય પણ ગેરરીતિ કે કોપી કેસના બનાવ જોવા મળ્યા નથી. અમદાવાદ શહેરમાં ઈસ્ટ અને વેસ્ટ ઝોન એમ બે ઝોનમાં ૨૭૯ કેન્દ્રો પરીક્ષા લેવાઈ હતી.જેમાં નોંધાયેલા ૧,૦૬,૦૨૨ ઉમેદવારોમાંથી ઈસ્ટ ઝોનમાં ૪૦,૨૭૪ અને વેસ્ટ ઝોનમાં ૫૩૦૦૬ ઉમેદવારો સહીત ૯૩૨૮૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જ્યારે ૧૨,૭૪૨ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. મેહસૂલ વિભાગના જણાવ્યા અનુસાર  હવે આગામી એક સપ્તાહમાં પરીણામ પણ જાહેર કરી દેવાશે તેમ વિભાગે જણાવ્યું હતું.

પરીક્ષા સ્થળમાં ભૂલને લીધે
પરીક્ષામાં બેસવા ન મળતા ૧૫૦થી વધુ ઉમેદવારોએ  હોબાળો મચાવ્યો

અમદાવાદ શહેરમાં તમામ સ્કૂલો,કોલેજો અને ગુજરાત યુનિવર્સિટી સહીતના ૨૭૯ કેન્દ્રો પરથી પરીક્ષા લેવાઈ હતી.જેમાં ઈસનપુરના એક કેન્દ્રમાં ૧૫૦ જેટલા ઉમેદવારોએ પરીક્ષા સ્થળમાં ભૂલને લઈને પરીક્ષા આપવા ન મળતા ભારે હોબાળો મચાવ્યો હતો.
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં સહજાનંદ કેમ્પસ ખાતે યુનિવર્સલ કોલેજની મુખ્ય ઓફીસ આવેલી છે. જ્યારે યુનિવર્સલ કોલેજ કલોલ નજીક ભોયણ ખાતે આવેલી છે.આ સેન્ટરમાં ૯૩૦ ઉમેદવારોને પરીક્ષા માટે વ્યવસ્થા ફાળવાઈ હતી.અહીંં ફાળવાયેલા ઉમેદવારોએ ઓજસની વેબસાઈટ પરથી જ્યારે કોલ લેટર ડાઉનલોડ કર્યા ત્યારે તેમા ઈસનપુરનું સરનામું હતું પરંતુ આ અંગે મહેસૂલ વિભાગની પરીક્ષા કમીટીને માલૂમ તથા ફરીથી  નવા સરનામા સાથેના નવા કોલલેટર મૂકી દેવાયા હતા અને તમામ ઉમેદવારોને બલ્કમા નવા એડ્રેસ મેસેજ કરી દીધા હોવાનું મહેસૂલ વિભાગે જણાવ્યું હતું.પરંતુ ૯૩૦ ઉમેદવારોમાંથી ૬૫૬ જેટલા ઉમેદવારો જ નવા કોલલેટર અને નવા સરનામા સાથે ભોયણની યુનિવર્સિલ કોલેજ સેન્ટર પર પહોંચ્યા હતા જ્યારે બાકીના ૧૫૦થી વધુ ઉમેદવારો જૂના સરનામે ઈસનપુર ખાતેના સેન્ટરે પહોંચી ગયા હતા.પરંતુ આ તમામ ઉમેદવારોને પ્રશ્નપત્રો અને ઓએમઆર શીટ મુખ્ય સેન્ટર પર પહોંચી ગયા હોઈ અહીં તેમને બેસવા દેવાયા ન હતા જેને પગલે ઉમેદવારોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તેઓને અહીં જ પરીક્ષા આપવા દેવાની માંગણી કરી હતી.જો કે મહેસૂલ વિભાગનું કહેવું હતું કે આટલા બધા ઉમેદવારોને એક સાથે સમાવવા શક્ય ન હતા અને આ ઉમેદવારોએ તેમને મોકલેલલા નવા સરનામાંના મેસેજ જ જોયા ન હતા.જેથી આવી ભૂલ થઈ છે.


બે પ્રશ્નોમાં ખોટા વિકલ્પોને લીધે ઉમેદવારો મુંઝાયા
આજે લેવાયેલી તલાટીની પરીક્ષામાં કુલ ૧૦૦ માર્કસના પેપરમાં સી કેટેગરીના એક પેપરમાં બે માર્કસની ભૂલ હોવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું. ઉમેદવારોને જણાવ્યા પ્રમાણે જુદા જુદા બે પ્રશ્નોમાં અપાયેલા વિકલ્પો ખોટા હતા.જેને લીધે તેઓ મુંઝાયા હતા. ઉમેદાવારોનું કહેવુ હતું કે જે જવાબ તેઓને સાચા લાગતા હતા તે જવાબનો વિકલ્પ હતો જ નહી. આ પ્રશ્નો બે માર્કસના હતા.

ચાર ઉમેદવારો માટે ખાસ '૦' નંબરનું સેન્ટર
તલાટીની પરીક્ષા માટે ઓજસ વેબસાઈટ પર કોલલેટર મુકવામા આવ્યા હતા જેને ડાઉનલોડ કરીને ઉમેદવારોએ સેન્ટર પર આવવાનું હતું પરંતુ અમદાવાદ જીલ્લામાં ૪ જેટલા ઉમેદવારોને આ કોલલેટર ડાઉનલોડ ન થઈ શકતા તેઓ સીધા મેહસૂલ વિભાગ ખાતે સચિવ પાસે પહોંચી ગયા હતા અને જેથી તેઓને પરીક્ષા એક દિવસ પહેલા મેન્યુઅલ એટલે કે હાથેથી લખેલા કોલલેટર આપવામા આવ્યા હતા અને તેઓ  માટે અમદાવાદની એ.જી.ટીચર્સ હાઈસ્કૂલ ખાતે ૦ નંબરનું એક સેન્ટર અલગથી ફાળવવું પડયું હતું.જ્યાં તેઓએ પરીક્ષા આપીહતી.

તલાટીની નોકરી માટે ૧.૪૩ કરોડ સાથે દલાલ પકડાયો

- ૧૫૦૦ તલાટીની ભરતી માટે ૮ લાખ ઉમેદવારોની અરજી

ડો. કલ્યાણસિંહ ચંપાવત ભાજપનો કાર્યકર ઃ મોડી રાત્રે પોલીસનો દરોડો એક ઉમેદવાર દીઠ દસ લાખ રૃપિયા ઉઘરાવતો હતો
ગાંધીનગર, તા.૧૬
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલી તલાટીની પરીક્ષામાં પાસ કરાવવા માટે લે ભાગુ ટોળકીઓ ઉમેદવારો પાસેથી લાખો રૃપિયા પડાવી રહી છે ત્યારે ગાંધીનગર પોલીસે ગઈકાલે રાત્રે ઓપરેશન પાર પાડી ગાંધીનગરમાં સ્માર્ટ એકેડમી નામની સંસ્થાના સંચાલક અને ભાજપના કાર્યકર ડો.કલ્યાણસિંહ ચંપાવતને ૧.૪૩ કરોડ સાથે ઝડપી પાડયો હતો. પોલીસની તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે, તલાટીની પરીક્ષામાં પાસ કરાવવા માટે ઉમેદવારો પાસેથી દસ-દસ લાખ રૃપિયા ઉઘરાવ્યા હતા. તેની સાથે રહેલા એક અમદાવાદના એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે. એક બાજુ સરકારી ભરતીમાં કોઈ પણ પ્રકારની લાંચ નહીં લેવામાં આવતી હોવાની સરકાર વાતો કરી રહી છે ત્યારે ભાજપનું સભ્ય પદ ધરાવતો આ શખ્સ જ ઉમેદવારો પાસેથી ઉઘરાણાં કરતો ઝડપાઈ જતાં ભાજપમાં પણ સોંપો પડી ગયો છે.
સરકારી નોકરી મેળવવાનો હાલ યુવાનોમાં ક્રેઝ પેદા થયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી વિવિધ ભરતીઓમાં લેભાગુ ટોળકીઓ સક્રિય થઈ જતી હોય છે અને ઉમેદવારો પાસેથી લાખો રૃપિયાના ઉઘરાણાં કરતી હોય છે. હાલમાં તલાટીની ૧પ૦૦ જેટલી જગ્યાઓ માટે મહેસુલ વિભાગ દ્વારા ભરતી કરવામાં આવી રહી અને તેની આજે લેખીત પરીક્ષા પણ હતી. ત્યારે ગઈ રાત્રીએ ગાંધીનગર એલસીબી અને એસઓજીએ ખાનગી ઓપરેશન પાર પાડીને ભાજપના કાર્યકરને ૧.૪૩ કરોડ રૃપિયા જેટલી રકમ સાથે ઝડપી પાડયો હતો. આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર એલસીબીના પીએસઆઈ એચ.કે.સોલંકીને બાતમી મળી હતી કે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા તલાટીની જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવનાર છે જે પેટે ગાંધીનગરના સે-પ/સી પ્લોટ નં.૯૧૫/રમાં સ્માર્ટ એકેડમી અને પર્સનાલીટી ડેવલપમેન્ટ નામની સંસ્થા ચલાવતાં ડો.કલ્યાણસિંહ ચંપાવત આ પરિક્ષામાં અરજી કરનાર ઉમેદવારોને વિશ્વાસમાં લઈ પરીક્ષામાં પાસ કરાવી સરકારી નોકરી આપવાની બાંહેધરી આપી રૃપિયા ઉઘરાવી રહયો છે. જેથી આ બાતમીના આધારે એસઓજી પીઆઈ જે.ડી.બ્રહ્મભટ્ટ સહિતની ટીમે આ મકાનમાં દરોડો પાડતાં કલ્યાણસિંહ મુલસિંહ ચંપાવત તથા અમદાવાદમાં આંબાવાડી ખાતે વિરામ ફ્લેટ બી/રમાં રહેતો નિસલ ઉમેદભાઈ શાહ ઝડપાઈ ગયા હતા. આ મકાનમાંથી પોલીસને બિનહિસાબી રૃા.૧,૪૩,૯૦,૨૯૦ ની રોકડ તથા પાંચ નંગ મોબાઈલ મળી આવ્યા હતા. તેમજ ૮૮ જેટલા ઓનલાઈન પ્રવેશ પત્રોની નકલ મળી હતી. તેમજ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. આ અંગે ગાંધીનગર ડીવાયએસપી જે.એ.જાડેજાએ જણાવ્યું હતું કે, કલ્યાણસિંહ ચંપાવત દરેક ઉમેદવાર પાસેથી દસ લાખ રૃપીયા વસુલતો અને તેમને નોકરી આપવાની બાંહેધરી આપતો હતો. અત્યાર સુધીની તપાસમાં આ બે વ્યક્તિઓના જ નામ બહાર આવ્યા છે. ચંપાવતે કેટલા કેટલા ઉમેદવારો પાસેથી રૃપિયા ઉઘરાવ્યા છે તેની તપાસ ચાલી રહી છે તેમજ ગઈકાલે રાત્રીએ પોલીસે દરોડો પાડયો ત્યારે એક ઉમેદવાર દસ લાખ લઈને આવ્યો હતો તે પણ કબ્જે લેવામાં આવ્યા છે. બીજી બાજુ આજે સાંજે પોલીસે કલ્યાણસિંહ ચંપાવત તેમજ નિસલ શાહને ગાંધીનગર કોર્ટમાં રજૂ  કરતાં કોર્ટે તેમને ચાર દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપ્યા છે. તો ગાંધીનગર મહાનગર ભાજપનું પ્રાથમિક સભ્ય પદ ધરાવતાં કલ્યાણસિંહ ચંપાવત ભાજપના ક્ષત્રિય મોરચામાં પણ સક્રિય હોવાનું  બહાર આવ્યું છે. જેના કારણે ભાજપના ખેમામાં પણ ભારે સોંપો જોવા મળી રહયો છે.

રૃપિયા ગણવા માટે મશીન પણ ખરીદયું!
ગાંધીનગર, તા.૧૬
તલાટીની પરીક્ષા પાસ કરાવવા માટે ઉમેદવારો પાસેથી લાખો રૃપિયા ઉઘરાવતાં કલ્યાણસિંહ ચંપાવતની સ્માર્ટ એકેડમીમાં ગઈકાલે રાત્રે ગાંધીનગર પોલીસે દરોડો પાડયો ત્યારે ૧.૪૩ લાખ રૃપિયાની રોકડ રકમ સાથે પોલીસને રૃપિયા ગણવાનું મશીન પણ મળી આવ્યું હતું.
છેલ્લા અઠવાડીયાથી રૃપિયા ઉઘરાવતા ચંપાવતને રૃપિયા ગણવાનો સમય ના હોવાથી મશીન મારફતે રૃપિયા ગણતાં હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ મશીન પણ કબ્જે લીધું છે.

ચંપાવતનું સચિવાલય કનેકશન પણ તપાસાશે
ગાંધીનગર, તા.૧૬
તલાટીની પરીક્ષા પાસ કરાવવા માટે લાખો રૃપિયા ઉઘરાવતાં ડો.કલ્યાણસિંહ ચંપાવતને ગાંધીનગર પોલીસે ઝડપી લીધા છે ત્યારે પોલીસે જણાવ્યું હતું કે, આ આરોપીનો સચિવાલયમાં કોઈ કનેકશન છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ચંપાવતની ડાયરી અને મોબાઈલ ઉપર થયેલી વાતચીતના આધારે પોલીસ અન્ય કોણ કોણ આ સમગ્ર કૌભાંડમાં સામેલ છે તેની તપાસ કરી રહી છે.

સીએમના સલાહકાર તરીકેની ઓળખ આપનાર
ડો. ચંપાવતે મોદીની સભાનું સંચાલન પણ કર્યું હતું!
ભાજપમાંથી ગાંધીનગર ઉત્તર વિધાનસભા સીટ માટે ટિકિટ માંગી હતીઃ સરકારી યોજનાઓના નામકરણનો પણ દાવો

ગાંધીનગર,તા.૧૬
ભાજપના કાર્યકર અને સરકારમાં ઉપર સુધી પહોંચ હોવાનો દાવો કરીને તલાટીના ઉમેદવારો પાસેથી લાખ્ખો રૃપિયા શેરવી લેનાર ડો.કલ્યાણસિંહ ચંપાવત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સલાહકાર હોવાની પોતાની ઓળખ આપતો હતો. એટલુ જ નહીં, વિધાનસભાની ચૂંટણી વખતે ડો.ચંપાવતે ગાંધીનગર ઉત્તરની બેઠક માટે ભાજપમાં ટીકીટની પણ માંગણી કરી હતી. તે વખતે ગાંધીનગર જિલ્લામાં મોદીની સભાનું સંચાલન પણ ડો.ચંપાવત કરતો હતો. તો સરકારની વિવિધ યોજનાઓના નામાભિધાન પણ પોતે કર્યા હોવાનો  પણ તે દાવો કરતો હતો.
સરકારી નોકરીમાં પાસ કરાવીને સારી જગ્યાએ પોસ્ટીંગ અપાવવાની ગેરંટી આપી ઉમેદવારો સાથે લાખ્ખો રૃપિયાની છેતરપીંડી કરનાર ગાંધીનગરનો ડો.કલ્યાણસિંહ ચંપાવત અત્યારે તો પોલીસની ઝપટમાં આવી ગયો છે પણ ગાંધીનગર સહિત રાજ્યના ઘણા શહેરોમાં સ્માર્ટ એકેડમી ચલાવનાર અને ભાજપનો કાર્યકર ડો.કલ્યાણસિંહ ચંપાવત એક સમય સરકારનો ખાસ હોવાનો દાવો કરતો હતો. સરકારની વાંચે ગુજરાત,રમશે ગુજરાત તેમજ જીતશે ગુજરાત જેવી યોજનાઓના નામકરણ તેણે જ કર્યા હોવાનો તે દાવો કરતો હતો.
એટલુ જ નહીં, વિધાનસભાની ચૂંટણી વખતે ગાંધીનગર જિલ્લામાં જ્યાં જ્યાં મોદીની સભા હોય ત્યાં તે પહોંચી જતો હતો. તો ગાંધીનગર શહેરમાં મળેલી મોદીની સભા વખતે તો ડો.કલ્યાણસિંહે મોદીની હાજરીમાં જ સંચાલન પણ કર્યું હતું. તે જ વખતે એટલે કે, વિધાનસભાની ચૂંટણી વખતે ડો.કલ્યાણસિંહે ગાંધીનગર ઉત્તર તેમજ હિંમ્મતનગરની સીટ પર ભાજપ તરફથી લડવા માટે પ્રયત્નો પણ કર્યા હતા.આ માટે તેણે મોદી સુધી તેનો બાયોડેટા પણ મોકલાવ્યો હતો. આમ, બજારમાં મોદીનો ખાસ હોવાનો દાવો કરીને ઉમેદવારોને છેતરતા ડો.કલ્યાણસિંહને પોલીસે તો કોઇ પણ શરમ વગર પકડી જ પાડયો છે. ત્યારે પોતાના આ પ્રાથમિક  કાર્યકરને શુ ભાજપ સસ્પેન્ડ કરશે તે તો જોવુ જ રહ્યું !

ગુજરાતના ભાવિ તલાટી ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો.
                   ગુજરાતમાં તલાટીની પરીક્ષા મા પેપર કોરુ છોડીને પાસ કરવા માટે અફવા ચાલે છે. આ રીતે પાસ કરવા માટે પૈસા માગે છે. કોઈએ પૈસા આપવા નહિ અને જો આપેલા હોય તો પાછા લઈ લેવા. જો ન આપે તો તેનિ ડિટેલ ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો.
                   જો કોઈને આ અફવા સાચી છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો.
                   આ રીતે પૈસા આપિને જે ટલાટી બનસે તે તમારી સેવા નહિ કરે પણ તેના પૈસા વસુલ કરવા ભ્રસટાચાર કરશે. આ તલાટીની પરીક્ષા માટે લગભગ 12 લાખ લોકો પરિક્ષા આપવાના છે. માત્ર 1500 જગિયા છે.

ઇમેલ -inquiry.gsg13@gmail.com, hiteshpatel_2410@yahoo.in,

નોઘ -  આવિ કોઈ પણ પરીક્ષા મા ભ્રસટાચાર થાય છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો. ભ્રસટાચાર વગરનુ ગુજરાત આપણિ એકતાથીજ બનિ શકે છે.

આ આટૅીકલ ને દરેક સોશીયલ નેટવૅક શેર કરો લાઈક કરો (ફેસબુક) અને  ભ્રસટાચાર વગરનુ ગુજરાતના નિરમાણ મા તમારો ફાળો આપો.


Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment